વાંકાનેર : સાસરિયાના ત્રાસથી પરિણીતાએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

વાંકાનેરમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. આ મુદ્દે મૃતકના પિતાએ સાસરિયાઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.

જેમાં હારૂનભાઈ ઈસ્માઈલભાઈ માલાણીએ હમીદભાઇ હબીબભાઇ મોવર અને હસીનાબેન હબીબભાઇ મોવર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, તેની દીકરી રોશનના લગ્ન 4 માસ પૂર્વે જ થયા હતા.  વીશીપરા મચ્છુ નદી કાંઠે ડબલ ચાલીમાં રહેતી તેમની પુત્રીને આરોપીઓ ઘરકામ બાબતે ગાળો બોલી ઢીકાપાટુનો મારમારી મેણાટોણા મારી માનશીક શારીરીક દુ:ખત્રાસ આપતા હતા. તથા તેના હસીનાબેન રોશનબેનના પતીને ચડામણી કરી રોશનબેનને માર ખવડાવતા હતા. આવા ત્રાસથી કંટાળી જતા રોશનબેને પોતાની જાતે પોતાનો રૂમ અંદરથી બંધ કરી ચુંદડી વડે ગળાફાસો ખાઈ આપઘાત કર્યો છે. અને તેને મરવા મજબુર કરવામાં આ સાસરિયાનો હાથ છે.

આ મુદ્દે વાંકાનેર સીટી પોલીસે આઈ.પી.સી.કલમ ૩૨૩,૫૦૪,૪૯૮,એ,૩૦૬,૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Comments
Loading...
WhatsApp chat