

વાંકાનેર પંથકમાં વસતા સમસ્ત કોળી સમાજમાં એકતા અને સંગઠન વધુ પ્રબળ બને અને સમાજની બદીઓ ને તિલાંજલી આપવા પંથકના સમસ્ત કોળી સમાજ ના યુવાધન સતત પ્રયત્નશીલ રહી જ્ઞાતિ ઉત્કર્ષના અનેકવિધ કાર્યક્રમો આપી રહી છે.
આગામી તા. ૮/૧૦ ના રોજ કોળી સમાજના તેજસ્વી તારલાઓ ને સન્માનવા તેમજ સમાજના સરકારી કર્મીઓ ને સમાજના રાજેશભાઈ ચુડાસમા, દેવજીભાઈ ફતેપરા, કુવાર્જીભાઈ બાવળિયા, પરશોત્તમભાઈ સોલંકી સહિતના સાંસદો અને ધારાસભ્યો સાથે જીલ્લાના રાજકીય – સામાજિક આગેવાનો અને સાધુ સંતો ની ઉપસ્થિતિમાં ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ને સન્માનવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમ મા ધો.૧૦ માં અને ત્યારબાદ ના તમામ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવનાર છે. આ માટે તા. ૨૫/૯ સુધીમાં નિયત સ્થળે તેઓની માર્કશીટ પહોચાડવાની રહેશે. સમાજની એકતા અને સંગઠન ની સાથે ભાવી પેઢી ના રાહબર બનવવા સમાજના લોકોને બહોળી સંખ્યામાં ઉમટી પડવા આયોજકોનું આહ્વાન છે