Billboard ad 1150*250 Billboard ad 1150*250

રાજકોટમાં ચોરીના ગુન્હામાં સંડોવાયેલા આરોપીને વાંકાનેર પોલીસે ઝડપી લીધો

રાજકોટ પંથકમાં ચોરીના ગુન્હામાં સંડોવાયેલો ઇસમ વાંકાનેર નજીક આવ્યો હોય જે બાતમીને આધારે આરોપીને ઝડપી લઈને રાજકોટ પોલીસને સોપવાની તજવીજ આદરી છે

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પીઆઈ બી.ટી. વાઢીયા, પીએસઆઈ એમ.જે. ધાંધલ, એન.એન. પારધી, અરવિંદભાઈ ઓળકિયા, જયપાલસિંહ પરમાર, વીરેન્દ્રસિંહ ઝાલા, બ્રિજરાજસિંહ વાળા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય

દરમિયાન રાજકોટ શહેર થોરાળા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી રોહિત ભગવાનજી સાકરિયા (ઉવ ૨૪) રહે. મેસરિયા તા. વાંકાનેર વાળાની અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે અને આરોપીનો કબજો રાજકોટ પોલીસને સોપવાની તજવીજ આદરી છે

Comments
Loading...
WhatsApp chat