

વાંકાનેર નજીકની સિરામિક ફેક્ટરીના ઉદ્યોગપતિનું ઈમેલ હેક કરી ઇટાલીની કંપની સાથે થતા વ્યવહારો અંગે જાણીને ભેજાબાજે ૪૭ લાખથી વધુની છેતરપીંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
બનાવની મળતી માહિતી મુજબ મોરબીના રહેવાસી વસંતભાઈ પટેલ વાંકાનેરના માટેલ રોડ પર વોલ ટાઈલ્સની સંસ્કાર સિરામિક નામની ફેક્ટરીનું સંચાલન કરતા હોય અને ઉદ્યોગપતિ વસંતભાઈ પટેલ ઇટાલીની મશીનરી કંપની સાથે ઈમેલથી અનેક વ્યવહારો કરતા હોય જે ઈમેલ હેક કરીને ભેજાબાજે ૪૭ લાખથી વધુની છેતરપીંડી કરી છે
જેમાં ઉદ્યોગપતિએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ઇટાલીના મોડેનાં શહેરની સીટી-બી એન્ડ ટી કંપની પાસેથી તે જરૂરિયાત મુજબ મશીનરી મંગાવતા હોય અને ઈમેલમાં અનેક વ્યવહારોની માહિતી હોય જે ઈમેલ હેક કરીને ગઠીયાએ ઇટાલીની કંપનીને આપેલ ઓર્ડર મુજબ શરત પ્રમાણે ભારતીય ચલણ મુજબ ૪૭,૮૨,૮૯૭ ચૂકવવાના હોય જે વ્યવહારો અંગે જાણી લઈને ઇટાલીની કંપનીને માતબર રકમ મળી ના હતી અને ભેજાબાજે ઈમેલ એકાઉન્ટ હેક કરી આ કારસ્તાનને અંજામ આપ્યાનું ફરિયાદમાં જણાવ્યું છે પોલીસે વિધિવત ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે