વાંકાનેર પોલીસે પાચ ચોરાઉ બાઈક સાથે એકને ઝડપ્યો

વાંકાનેરના જિનપરા જકાતનાકા નજીકથી ચોરાઉ બાઈક સાથે શખ્સને એક શખ્સને ઝડપી લઈને તેની વધુ પુછપરછ કરતા વધુ ૫ બીક ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.

મોરબી જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ અને નાયબ પોલીસ વડા બન્નો જોશીની સુચનાથી વાંકાનેર પોલીસ જકાતનાકા નજીક પેટ્રોલિંગમાં હોય દરમિયાન ત્યાંથી પસાર થતા વાહન ચેકિંગ દરમિયાન મુન્નાભાઈ બાબુભાઇ રુદતલા ઉ.વ.૨૩ રહે. તરકિયા તા. વાંકાનેર વાળા પાસેથી એક ચોરીનું બાઈક કીમત રૂ.૨૦૦૦૦ મળી આવતા તેની ધોરણસરની અટક કરી વધુ પુછપરછ કરતા તેને અન્ય ચાર બાઇકની ચોરી કરી વાડીએ સંતાડેલા હોવાની કબૂલાત આપતા વાંકાનેર પોલીસે વાડીએ જઈને તપાસકરતા ત્યાંથી વધુ ચાર બાઈક કીમત રૂ.૯૫૦૦૦ મળી આવતા તેને કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ચોરી થયેલ બાઈક રાજકોટના ભક્તિનગર પોલીસ મથક, થોરાળા પોલીસ મથક અને મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં ચોરાયેલા બાઈકનો ગુનો નોંધાયો હોવાનું ખુલતા આરોપીની કાયદેસરની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે,

ચાલી માસમાં વાંકાનેર શહેર પોલીસે અલગ-અલગ પોલીસ મથકમાં મોટર સાઇકલ ચોરીના કુલ ૨૫ જેટલા ગુનાઓ ડિટેક કરી કુલ રૂ.૬,૫૮,૬૧૦ નો મુદામાલ કબજે કર્યો છે.

Comments
Loading...
WhatsApp chat