વાંકાનેર પોલીસે કારમાં દારૂની હેરાફેરી કરતા ઈસમને ઝડપ્યો

વાંકાનેરના રાજસ્થળી ગામ નજીકથી પોલીસે એક શખ્સને વેગનઆર ગાડીમાં દારૂની હેરાફેરી કરતા ઝડપી લઈને કાર તેમજ દારૂનો જથ્થો મળીને કુલ ૯૨,૭૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે

વાંકાનેર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રાજસ્થળી ગામ નજીકથી પસાર થતી વેગનઆર કાર નં જીજે ૧૩ એન ૦૦૩૦ આંતરી તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂની નવ નંગ બોટલ મળી આવી હતી તેમજ ૧૦૦ ચપલા સહિતનો મુદામાલ મળી આવતા પોલીસે આરોપી રશીકભાઇ ધીરૂભાઇ ધરજીયા (ઉવ ૩૦) રહે. ગાંગીયાવદર તા. વાંકાનેર વાળાને ઝડપી લઈને દારૂનો જથ્થો તેમજ કાર સહીત કુલ કુલ ૯૨,૭૦૦ નો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat