વાંકાનેર : આરોગ્યનગરમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા આઠ શખ્શોને પોલીસે ઝડપ્યા

વાંકાનેર પંથકમાં જુગારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને વાંકાનેર પોલીસની દરોડા કાર્યવાહી પણ સતત ચાલી રહી છે જેમાં કબ્રસ્તાન નજીકથી જુગાર રમતા આઠ પત્તાપ્રેમીઓને દબોચી લેવામાં આવ્યા છે

મોરબી જિલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સૂચના અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પી.આઈ. બી ટી વાઢિયાની રાહબરી હેઠળ પીએસઆઈ એમ.જે. ધાંધલ, એન.એન. પારઘી, આર.એચ. જાડેજા, અરવિંદભાઈ ઓળકીયા, હરેશભાઇ આગલ સહિતની ટીમ પેટ્રોલિંગ કરતી હોય

દરમિયાન વાંકાનેરના આરોગ્ય નગર કબ્રસ્તાન પાસે રહેણાંક મકાનમાં જુગાર રમતા શૈલેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, અબજલભાઈ રસુલભાઈ ખોખર, જયેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ગોહિલ, અલ્તાફ રસુલ ખોખર, સલીમ અબ્દુલ મેસાણીયા, હિરેન ભરત રાઠોડ, અરજણ રઘુભાઇ ગમારા અને મેરૂભાઈ આંબાભાઈ સાવઠારીયા એમ આઠને ઝડપી લઈને રોકડ રકમ 30,940 જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat