વાંકાનેર: સરતાનપર રોડ ઈંગ્લીશ દારૂ સાથે એક ઈસમ ઝડપાયો  

વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સંસ્કાર જોન્સન કારખાના નજીકથી ઈંગ્લીશ દારૂ સાથે એક ઈસમ ઝડપાયો છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન સરતાનપર રોડ સંસ્કાર જોન્સસ કારખાના પાસે કોડીનાર તાલુકાના અડવી ગામનો વતની અને હાલમાં રાતવીરડા ગામે રહેતો દીવ્યેશભાઇ ભાણાભાઇ ડોડીયા નામના યુવાન મળી આવ્યો હતો. પોલીસે તેની તલાશી લેતા તેના પેન્ટના નેફામાથી ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની, ૭૫૦ એમ.એલ.ની મેકડોવેલ્સ નંબર-૦૧ સુપીરીયર વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન હરીયાણા લખેલ કંપની શીલ પેક બોટલ નંગ-૧ કી.રૂ.૩૭૫/- મળી આવી હતી. જેથી પોલીસે પ્રોહી.કલમ ૬૫(એ)(એ),૧૧૬(બી) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat