Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકાનેર : આણંદપર ગામે દરોડો કરી ૧૨ જુગારીઓને દોઢ લાખની મત્તા સાથે ઝડપ્યા

પોલીસે રોકડ ઉપરાંત મોબાઈલ અને વાહનો કબજે લીધા

વાંકાનેર તાલુકાના આણંદપર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસની ટીમે દરોડો કરીને ૧૨ જુગારીઓને ૧.૫૧ લાખની મત્તા સાથે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લા પોલીસવડા કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર પંથકમા જુગારના દુષણને ડામવા માટે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ કાર્યરત હોય દરમિયાન વાંકાનેરના આણંદપર ગામે સહકારી દૂધ મંડળી નજીક ખુલ્લામાં અજવાળે તીન પત્તી જુગાર રમાંતો હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પીએસઆઈ જી.આર.ગઢવી, સુરેશભાઈ રામભાઈ, ચમનભાઈ ડાયાભાઇ, મયુરસિંહ ગીરૂભા, અશ્વિનભાઈ મનસુખભાઈ, મુકેશભાઈ હકુભાઈ, બળવંતભાઈ જીવણભાઈ, જયપાલસિંહ ભરતસિંહ, જગદીશભાઈ ચીકાભાઈ, ભાવિનકુમાર કનુભાઈ સહિતની ટીમે જાહેરમાં ચાલતા જુગારધામ પર દરોડો કર્યો હતો.

જે દરોડા કાર્યવાહીમાં જુગાર રમી રહેલા દેવકરણ ઉર્ફે મુન્નો નારણભાઈ કોળી, રામજીભાઈ જેઠાભાઈ કોળી, વિષ્ણુભાઈ હરજીભાઈ કાંજીયા, બેચરભાઈ ભનુંભાઈ કાંજીયા, વિપુલભાઈ હમીરભાઈ કોળી, મહેશભાઈ લાલજીભાઈ કોળી, ખોડાભાઈ મનસુખભાઈ કોળી,મહેશભાઈ જેઠાભાઈ કોળી, પરબતભાઈ ઉર્ફે મુન્નો પ્રભુભાઈ કોળી, સુરભી ચનાભાઈ કાંજીયા, વિપુલભાઈ ભાણજીભાઈ કોળી અને સિંધાભાઈ જીલાભાઈ કોળી રહે. બધા આણંદપર વાળાને ઝડપી લઈને રોકડ ૧૪,૧૬૦ તથા મોબાઈલ ૧૧ નંગ ૧૭,૫૦૦ અને છ મોટરસાયકલ કીમત રૂ. ૧,૨૦,૦૦૦ મળીને કુલ ૧,૫૧,૬૬૦ નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat