



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
ફરિયાદ કરવા ગયેલ સામાજિક કાર્યકરને ધમકી
વાંકાનેર પંથકમાં સગીરા સાથે દુષ્કર્મનો બનાવ પ્રકાશમાં આવ્યો છે જેમાં ત્રણ શખ્શોએ લાલચ આપીને ત્રણ શખ્શોએ દુષ્કર્મ આચર્યું છે તેમજ વિડીયો બનાવી ગુન્હો કર્યાની ફરિયાદ નોંધાવી હોય જેને પગલે પોલીસે પોક્સો એક્ટ તેમજ આઈટી એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર પંથકની રહેવાસી સગીરા સાથે આરોપી વિપુલ ઉર્ફે લાલો ચકાભાઇ વાટુકીયા રહે વાંકાનેર નવાપરા વાળાએ લલચાવી ફોસલાવી બે વખત જાતીય પ્રવેશ હુમલો કરી તેમજ આરોપી હાર્દિક પ્રફુલ ધનેસરા રહે વાંકાનેર ઉપલાપરા વાળો વિપુલનો મિત્ર થયો હોય જેને સગીરાને લાલ સાથે આડો સંબંધ છે તેની વાત બધાને કરી દેવાની ધમકી આપી કામે રખાવી દેવાનું કહીને આરોપી તુષાર રમેશ ધોરીયા રહે વાંકાનેર રાજાવડલા રોડ વાળા સાથે મળીને ચોટીલા લઇ ગયા હતા જ્યાં સગીરાનો ટીકટોક વિડીયો ઉતારી બાદમાં વોટ્સએપથી આરોપી વિપુલને મોકલી આરોપી હાર્દિકે ધમકી આપી દુષ્કર્મ આચર્યું હોય તેવી ફરિયાદ ભોગ બનનાર સગીરાની માતાએ પોલીસમાં નોંધાવી છે વાકાનીર સીટી પોલીસે પોક્સો એક્ટ તેમજ આઈટી એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
ફરિયાદ કરવા ગયેલી સામાજિક કાર્યકરને ધમકી
દુષ્કર્મના બનાવ અંગે ફરિયાદ કરવા ગયેલ સામાજિક કાર્યકરને છ શખ્શોએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે જેમાં ફરિયાદી જીજ્ઞાશા મેર (ઉ.વ.૪૦) રહે વાંકાનેર કુંભારપરા વાળીએ ફરિયાદ નોંધાવી છે કે તે કોળી સમાજ આગેવાન અને સામાજિક કાર્યકર હોય જે દુષ્કર્મની ફરિયાદ અંગે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન ગયા હતા જે સારું નહિ લાગતા આરોપીo ચકાભાઇ વાટુકીયા, પ્રવીણ વાટુકીયા, ગોવિંદ સોલંકી, શામુબેન ડાભી, ભીખાલાલ મકવાણા અને વિપુલ ઉર્ફે લાલાની માસીજી સાસુ રહે બધા વાંકાનેર જીનપરા વાળાએ તમે ફરિયાદ કેમ કરવી તમારે શું લેવાદેવા કહીને આરોપીઓએ ફરિયાદીને કહ્યું કે ફરિયાદ કરવા લઈ આવ્યા છો પરંતુ તમારે રહેવું હોય તેમ રહેજો તમને પતાવી દેવા છે કહીને ભોગ બનનાર સગીરાને ઉપાડી જશું કે જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે



