લ્યો બોલો ! વાંકાનેર હવામાન વિભાગનું મશીન ચોરાઈ ગયું

મોરબી જિલ્લામાં તસ્કરો દિવાળીના તહેવારોથી સક્રિય બન્યા છે. જે રોજે રોજ ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. ત્યારે ગઈકાલે વાંકાનેરમાં તસ્કરો હવામાન વિભાગનું આખેઆખું મશીન ચોરી જતા ફરિયાદ નોંધાઇ છે. જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ-વાંકાનેર હાઇવે પર આવેલી હવામાન વિભાગની કચેરીમાંથી અજાણ્યા તસ્કરો હવામાન વિભાગનું ઇન્સ્ટ્રુમેન્ટ ચોરી જતા આ મામલે હવામાન વિભાગના કર્મચારી રાજેશભાઇ બચુભાઇ હીરાણીએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વધુમાં તસ્કરો હવામાન કચેરીનું ઇન્સ્ટ્રુમેન્ટ, સીમકાર્ડ અને પેનડ્રાઇવ સહિત ૧૧૭૫૦ રૂપિયાની માલમતા લઇ જતા આ મામલે ફરિયાદ નોંધી પીએસઆઇ ધાધલ વધુ તપાસ કરી રહ્યા છે.

Comments
Loading...
WhatsApp chat