Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની મત ગણતરી પૂર્ણ, જોકે આજે પરિણામો જાહેર નહિ થાય, જાણો કારણ…

૩૧ મતોની ગણતરી થયા બાદ ખેડૂત પેનલનું પરિણામ જાહેર કરાશે વેપારી અને ખરીદ-વેચાણ વિભાગની ૫ બેઠક કોંગ્રેસને મળી

 

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણીમાં મંગળવારે મતદાન પૂર્ણ થયા બાદ આજે મત ગણતરી યોજવામાં આવી હતી જેમાં ખેડૂત વિભાગની ૧૦, વેપારી પેનલની ૦૪ અને ખરીદ વેચાણ વિભાગની ૦૧ બેઠક એમ ૧૫ બેઠકો માટે મત ગણતરી યોજાઈ હતી જેમાં વેપારી અને ખરીદ વેચાણ વિભાગની ૫ બેઠક પર કોંગ્રેસે કબજો કર્યો છે તો હાઈકોર્ટના આદેશ અનુસાર ૩૧ મતોની ગણતરી બાકી રહેતી હોય જેથી બાદમાં ખેડૂત પેનલનું પરિણામ જાહેર કરવામાં આવશે

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણીમાં વેપારી વિભાગમાં તમામ ચાર બેઠક પર કોંગ્રેસનો કબજો રહ્યો છે જેમાં કોંગ્રેસ ઉમેદવાર બાદી નિસાર ઈસ્માઈલને ૧૭૮ મતો, પરાસરા મોહમદ રફીક ઉસ્માનને ૧૭૬ મતો, ચૌધરી મોહયુદિન હુશેનભાઈને ૧૭૧ મતો અને મેઘાણી અશ્વિનભાઈ નવઘણભાઈને ૧૬૫ મતો મળતા કોંગ્રેસના ચારેય ઉમેદવારો વિજેતા બન્યા છે તેવી જ રીતે ખરીદ વેચાણ વિભાગમાં કોંગ્રેસ ઉમેદવાર બાદી અલીં મામદભાઈ ને ૧૮ મતો મળતા તેઓ વિજેતા જાહેર થયા હતા તો ખેડૂત પેનલની મેટર હાઈકોર્ટમાં હોવાથી હાલ કુલ મતદાન ૬૫૪ નું થયું હોય જે પૈકી ૬૨૩ મતોની ગણતરી પૂર્ણ કરવામાં આવી હતી જયારે ૩૧ મતો હાઈકોર્ટ સમક્ષ ગણતરી કરાશે અને બાદમાં પરિણામો જાહેર થશે

 

હાઈકોર્ટના દિશાનિર્દેશ અનુસાર ૩૧ મતોની ગણતરી કરાશે : જીલ્લા રજીસ્ટ્રાર

જે અંગે જીલ્લા રજીસ્ટ્રાર બી વી ગઢવીએ જણાવ્યું હતું કે ખેડૂત પેનલ મામલે હાઈકોર્ટમાં ૩ પીટીશન દાખલ કરવામાં આવી છે જેથી હાઈકોર્ટના ચુકાદા અનુસાર ૩૧ મતો અલગ બંધ કવરમાં રાખવામાં આવ્યા છે જે મામલે હાઈકોર્ટના દિશા નિર્દેશનું પાલન કરી કાર્યવાહી કરવામાં આવશે

 

કોંગ્રેસની પેનલ તૂટે તેવી શક્યતા : કોંગ્રેસ ઉમેદવાર

મત ગણતરી બાદ ખેડૂત પેનલમાં કોંગ્રેસના ઉમેદવાર અને કોંગ્રેસ અગ્રણી હરદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ૬૨૩ મતોની ગણતરી થઇ ચુકી છે અને હાઈકોર્ટના આદેશ અનુસાર ૩૧ મતોની ગણતરી તા. ૧૮ ના રોજ કોર્ટની મુદત હોય ત્યારે કોર્ટ સમક્ષ ગણતરી કરવામાં આવશે તો પરિણામો અંગે જણાવ્યું હતું કે કોંગ્રેસની સહકારી પેનલ તૂટતી હોય તેવું લાગી રહ્યું છે હાલ ૩૧ મતો સિવાયની મત ગણતરી થઇ ચુકી છે જેમાં કોંગ્રેસ ઉમેદવાર હરદેવસિંહે પોતાના સહીત ૩ જેટલા ઉમેદવારો કદાચ જીતી નહિ સકે તેવો એકરાર કરતી શક્યતા વર્ણવી હતી જોકે ૩૧ મતો પર રીઝલ્ટ નક્કી થશે તેમ જણાવ્યું હતું ૩૧ મતો નિર્ણાયક છે જેની મત ગણતરી બાદ જ સાચું ચિત્ર સ્પષ્ટ થશે

Comments
Loading...
WhatsApp chat