વાંકાનેર કોટડાનાયાણી ગ્રામ પંચાયત સમરસ જાહેર, ગ્રામજનોએ સાથે ઉજવણી કરી 

 

સમગ્ર રાજ્યમાં યોજાનાર ગ્રામ પંચાયત ચુંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે દરમીયાન અનેક ગામો સમરસ જાહેર કરવામાં આવી રહ્યા છે ત્યારે વાંકાનેર તાલુકાનું  કોટડાનાયાણી ગામ સમરસ જાહેર કરાયું છે કોટડાનાયાણી ગામમાં ગ્રામ પંચાયતની ચુંટણી માટે સમસ્ત ગામના આગેવાનો અને ખાસ કરીને રાજપૂત ક્ષત્રિય સમાજના વડીલો, યુવાનોએ ઉપસ્થિત રહીને આઝાદી પછી લગભગ સાઈઠ-પાંસઠ વર્ષ પછી સહીયારા પ્રયાસો થકી કોટડાનાયાણી ગામને “સમરસ” ગ્રામ પંચાયત જાહેર કરવામાં આવતા સૌએ મીઠા મોઢા કરીને ઉજવણી કરી હતી.

વાંકાનેર ખાતે “વિજય મુહૂર્ત”માં સરપંચ તરીકે ચકુભાઈ જેરામભાઈ ગોરીયા, ઉપસરપંચ તરીકે ભગીરથસિંહજી ઘનશ્યામસિંહજી જાડેજા તેમજ સભ્યો તરીકે બળદેવસિંહજી નોઘુભા, ધર્મેન્દ્રસિહજી લધુભા, રાજેન્દ્રસિંહજી ચનુભા, ગણેશભાઈ વશરામભાઇ પટેલ, કાળુભાઇ મેતર, યાસીનબેન હબીબભાઈ સંધી ફોર્મ ભરવા ગયેલ હતા.

ત્યારે કોટડાનાયાણી ગ્રામ પંચાયતને સમરસ બનાવવામાં રણછોડ દાદા, પૂર્વ સરપંચ વિજયસિંહજી બાલુભા, પૂવૅ સરપંચ દશરથસિંહ રામભા, ભરતસિંહ લધુભા, જામભા દાદા, હરપાલસિંહ ભરતસિંહ, તાલુકા પંચાયત સદસ્ય મહીપાલસિંહ નીરૂભા, પ્રવિણસિંહ સજજનસિંહ, પૂર્વ સરપંચ વિજયસિંહ દીલુભા ,રઘુવીરસિંહ પૃથ્વીસિંહ, વનરાજસિંહ અનોપસિંહ, ભરવાડ બાલાભાઈ, કિશોર ઘુસાભાઈ કોળી, કાસમભાઈ સંધી, ગોપાલ છગનભાઈ ભરવાડ તેમજ “સમરસ” કરાવવામાં જેમની મુખ્ય ભૂમિકા રહી એવા ભુપેન્દ્રસિંહ મહાવીરસિંહ, નિવૃત્ત પોલીસ અધિકારી દશરથસિંહ જીલુભા, જયેન્દ્રસિંહ સજજનસિંહ, પૂર્વ ગૃહપતિ હરભમજી રાજ રાજપૂત છાત્રાલય રાજકોટ, માજી સરપંચ દશરથસિંહ સજજનસિંહ, અજીતસિંહ સા. નિવૃત આચાર્ય, કોટડા નાયાણી રાજપૂત સેવા સમાજના પૂર્વ પ્રમુખ અને નિવૃત્ત કસ્ટમ અધિકારી દિલીપસિંહ ઘનશ્યામસિંહ સહિતનાઓએ હકારત્મક વિચારધારાથી ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને મહત્વની ભૂમિકા નિભાવી હતી. આ તકે સૌએ એકબીજાને અભિનંદન પાઠવી ગામની એકતા જળવાય અને વિકાસના કામો થતા રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.

 

Comments
Loading...
WhatsApp chat