વાંકાનેર : સોશ્યલ મીડિયામાં અભદ્ર ટીપ્પણીથી કોળી સમાજ લાલઘુમ

ભાવનગરના રહેવાસી એક શખ્શ દ્વારા સોશ્યલ મીડિયાનો દુરુપયોગ કરીને બે જ્ઞાતિ વચ્ચે વેર વધે તેવા પ્રયાસો કરવામાં આવતા હોય જે મામલે કોળી સમાજ દ્વારા આજે પ્રાંત અધિકારીને આવેદન પાઠવવામાં આવ્યું હતું.

કોળી સમાજના સામાજિક કાર્યકરો દ્વારા આજે વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે ખોડીયાર મંદિર પાસે પ્લોટ વિસ્તાર કરદેજ જી.ભાવનગરના દીપક હરિભાઈ સાટીયા ઉર્ફે દીધો નામના યુવાન દ્વારા સમાજ ઉપર શાબ્દિક ટીકા ટીપ્પણી કરીને પોતાને ભરવાડ તરીકે ઓળખાવતા સમગ્ર કોળી સમાજના લોકોની લાગણી દુભાય તેવા બીભત્સ શબ્દો સોશ્યલ મીડિયા મારફતે અન્ય વ્યક્તિઓની મદદથી વિડીયો અપલોડ કર્યો છે

જેમાં અવાસ્તવિક વાતનો ઉલ્લેખ કરીને સીધા શબ્દોમાં ઈરાદા અને આયોજનપૂર્વક આક્ષેપ કરેલ છે કે કોળી સમાજની બહેનો દીકરીઓના ચરિત્રમાં વ્યાભિચારી છે અને કોળી સમાજના પુરુષો દારૂના વ્યસનના ભોગ બનીને સુઈ રહે છે જેના કારણે કોળી સમાજની બહેનો જાતીય ઈચ્છાપૂર્તિ માટે તેઓ પાસે આવે છે આવા અસંખ્ય બીભત્સ શબ્દો દ્વારા પોતાના હાથના અભદ્ર ઈશારા કરીને યુવાન દ્વારા બોલવામાં આવેલ છે સોશ્યલ મીડિયાનો દુરુપયોગ કરીને આ શખ્શે બે જાતિઓ વચ્ચે વેરઝેર ઉભું થાય તેવો પ્રયાસ કર્યો છે જેથી આ શખ્શ સામે યોગ્ય પગલા ભરીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat