વાંકાનેર : જોધપર નજીક રોંગ સાઈડમાં આવતું ટ્રેક્ટર આઈસર સાથે અથડાયું

વાંકાનેર હાઇવે પર જોધપર નજીક એક ટ્રેકટર ચાલકે રોંગ સાઈડમાં ટ્રેકટર ચલાવી આઇશર સાથે અકસ્માત સર્જતાં ત્રણ વ્યક્તિને ઇજા પહોંચી હતી.

બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક હાઇવે પર આઇસર લઈને જઇ રહેલા હરજીભાઇ કમાભાઇ ગોલતર ભરવાડ ઉવ ૩૩ રહે. કલોલી ગામ તા. જિ. ખેડા વાળાને સામેથી રોંગ સાઈડમાં ધસી આવેલ ટ્રેકટર નં જી.જે. ૦૩ ઇ.એ. ૭૯૨૦ ના ચાલકે અકસ્માત સર્જતાં આઇસર ચાલક તેમજ ટ્રેક્ટરમાં બેઠેલાં બે વ્યક્તિઓને ઇજા પહોંચી હતી.

આઇસર સાથે અકસ્માતમાં આઇસર ચાલકની સાથે સાથે સાહેદ ટ્રેકટરમાં બેસેલ ગુડીબેન તથા જીવણભાઇ ને શરીરે નાની મોટી ઇજા પહોચાડતા આ મામલે વાંકાનેર પોલીસે ટ્રેકટર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat