વાંકાનેર: બાઈક પર ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતો ઈસમ ઝડપાયો

વાંકાનેરમાં જામસર ગામથી વરડુસર ગામ જવાના રસ્તે બાઈકમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતો ઈસમ ઝડપાયો છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસની ટીમ જામસર ગામથી વરડુસર ગામ જવાના રસ્તે, સરમરીયા દાદાના મંદિર પાસે પેટ્રોલિંગમાં હતી. એ સમયે આરોપી વિક્રમભાઇ ગગજીભાઇ અઘારા રૂ.15 હજારની કિંમતનું પોતાના હવાલાવાળા બાઈક નં. જી.જે.૧૩-એ.જી.૧૬૨૪ પર નીકળતા પોલીસે તેને અટકાવી તેની તલાશી લેતા મેકડોવેલ્સ નં-૧ કલાસીક બ્લેન્ડ વ્હીસ્કી ઓરીજનલ,ફોર સેલ ઇનદિલ્હી ઓન્લી લખેલ ૭૫૦ એમ.એલ.ની કાચની કંપની શીલ પેક બોટલ નંગ.૭કી.રૂ.ર૬૨૫/-ને વેચાણ કરવાના રાખી ઈરાદે હેરાફેરી કરતો હોવાનું સામે આવ્યું છે.

હાલ વાંકાનેર તાલુકા પોલીસે પ્રોહી.કલમ-૬૫(એ)(એ),૧૧૬(બી),૯૮ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Comments
Loading...
WhatsApp chat