



વાંકાનેરમાં રાતાવિરડા રોડ પર બાઈક પર ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યા છે. અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર સરતાનપર રોડથી રાતાવિરડા રોડના કાચા રસ્તે આવેલ મોટો સીરામિક સામે રોડ પર વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન આરોપી દેવશીભાઇ રાજુભાઇ સરૈયા પોતાના હવાલાવાળા હીરો HF ડીલકસમો.સા.રજી.નં.જી.જે.૩૬.એ.ડી.૪૭૬૭ ની કી.રૂ.ર૦,૦૦૦/-વાળામાં નીકળતા પોલીસે તેને અટકાવીને તેની તલાશી લેતા ભારતીય પરપ્રાન્ત બનાવટની ઇગ્લીશ દારૂનીવાઇટ લેક વોડકા,ઓરેન્જ ફલેવર, ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલી લખેલ હોય,૭૫૦ એમ.એલ.ની કંપની શીલ પેક બોટલ નંગ.-ર કી.રૂ.૬૦૦/-ની મળી કુલ રૂપીયા ૨૦૬૦૦/-ના મુદામાલ હેરફેર કરતો મળી આવ્યો હતો.

