વાંકાનેર : ઈન્ડીકા કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો, બે શખ્શો ફરાર

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        વાંકાનેર ચોટીલા હાઈવે પરથી ફોર વ્હીલ કારમાંથી દેશી દારૂનો મોટો જથ્થો વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી લીધો છે જયારે કારચાલક સહિતના બે શખ્શો નાસી ગયા હોય જેને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે

        મોરબી જીલ્લા પોલીસવડા ડો કરનરાજ વાઘેલાની સુચનાથી તેમજ ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ ડીજીપીની સુચના મુજબની સ્પેશ્યલ ડ્રાઈવ સબબ વાંકાનેર તાલુકા પીએસઆઈ એસ એ ગોહિલ, પીએસઆઈ બી ડી પરમાર તેમજ હરપાલસિંહ જાડેજા, દર્શિત ગીરીશભાઈ સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી પસાર થતી ઈન્ડીકા કાર નં જીજે ૧૩ એફ ૯૦૨૫ ને મહિકા પુલ પાસેથી આંતરીને તલાશી લેતા કારમાંથી ૬૫૦ લીટર દેશી દારૂ મળી આવતા પોલીસે કાર તેમજ દેશી દારૂ સહીત કુલ ૮૩૦૦૦ કબજે કરી ફરાર કાર ચાલક અને અન્ય અજાણ્યો ઇસમ એમ બે સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat