વાંકાનેર: હસનપરમાં ભાણેજે માસીના ઘરે ગળેફાંસો ખાઇ આયખું ટૂંકાવ્યું, કારણ અકબંધ

વાંકાનેરના હસનપરમાં રહેતી માસીના ઘરે ભાણેજે ગળેફાંસો ખાઇ આયખું ટૂંકાવ્યાની ઘટના સામે આવી છે. હાલ વાંકાનેર સીટી પોલીસ દ્વારા આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તજવીજ હાથ ધરાઈ છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર હસનપરમાં રહેતા નસિમબેન જુણેજાના ઘરે તેનો ભાણેજ આબિદભાઈ હુસેનભાઇ કુરેશી આવ્યો હતો. જ્યાં આબીદે  કોઇ કારણસર ગળેફાંસો ખાઇ લેતા તેના પરિવારના સભ્યો તેને પીરમશાયક હોસ્પિટલમાં સારવારમાં લાવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગેની જાણ વાંકાનેર સીટી પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સી.આર.પી.સી. કલમ ૧૭૪ મુજબ ગુનો નોંધી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Comments
Loading...
WhatsApp chat