Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકાનેર-હળવદમાં બે મહિલા સહીત ત્રણ આપઘાતથી અરેરાટી

 

વાંકાનેર પંથકમાં એક મહિલા સહીત બે વ્યક્તિઓએ ગળેફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું હતું જયારે હળવદ પંથકમાં પણ એક યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે

વાંકાનેરના નવાપરા વિસ્તારના રહેવાસી રાહુલભાઈ ભીમજીભાઈ રાઠોડ (ઉ.વ.૨૫) વાળો યુવાન પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જયારે વાંકાનેરની મોચી બજારમાં રહેતી પ્રીતીબેન રવિભાઈ સોલંકી નામની પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો જે મામલે પ્રાથમિક તપાસમાં તેના સાસુ બીમાર હોય અને ઘરકામ કરવા બાબતે ઠપકો આપતા લાગી આવતા પરિણીતાએ આ પગલું ભર્યું હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે

જયારે હળવદના વસંતપરા વિસ્તારની રહેવાસી યુવતી હિરલબેન ગોવિંદભાઈ ગોઠી (ઉ.વ.૨૨) કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે આમ વાંકાનેર અને હળવદ પંથકમાં ત્રણ આપઘાતના બનાવને પગલે અરેરાટી વ્યાપી ગઈ છે તો પોલીસે ત્રણેય બનાવોની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat