વાંકાનેરની યુવતીને લગ્નની લાલચ આપી વિધર્મી યુવકે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

લગ્નની લાલચ આપી માંડવી લઈને જઈને શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું

 

વાંકાનેર શહેરની રહેવાસી યુવતીને એક ઇસમેં પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી કચ્છના માંડવી ખાતે લઇ જઈને યુવતી સાથે ત્રણથી ચાર વખત શરીર સંબંધ બાંધી બાદમાં લગ્ન માટે ઇનકાર કરી દગો આપતા યુવતીએ બનાવ મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે

ભોગ બનનાર યુવતીએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે સુલતાન નામના એક યુવાન સાથે થોડા દિવસો પૂર્વે સંપર્ક થયો હતોં અને બાદમાં બંને મોબાઈલ પર અવારનવાર વાતચીત કરતા હતા તા ૬ જુનના રોજ આરોપી સુલતાન સાથે મોબાઈલમાં વાથીત થઇ જેમાં જન્મ તારીખ દાખલો, આધારકાર્ડ લઈને આવી જવા કહ્યું હતું અને તેની સાથે બાઈકમાં તેનો મિત્ર નરેશ હોય જેથી ભોગ બનનાર, આરોપી સુલતાન અને તેનો મિત્ર નરેશ મોરબીના સામાકાંઠે પહોંચી બાદમાં માંડવી કચ્છની બસમાં બેસી માંડવી પહોંચ્યા હતા જ્યાં જ્યાં રૂમમાં દસ દિવસ રહ્યા હોય દરમિયાન ત્રણથી ચાર વખત શરીર સંબંધ બાંધ્યા હતા અને લગ્નનું પૂછતાં માતાએ અન્ય કોઈ સમાજ સાથે લગ્ન કરીશ તો તને અપનાવીશ નહિ તેવું આરોપીએ જણાવ્યું હતું અને બાદમાં ભોગ બનનાર, આરોપી સુલતાન અને તેનો મિત્ર નરેશ ત્રણેય માંડવીથી એસટી બસમાં બેસી મોરબી આવ્યા હતા

જે સમગ્ર બનાવ મામલે ભોગ બનનાર યુવતીએ માતાને જાણ કરતા માતા, ફુઈના દીકરા, મામા સહિતનાઓએ ફરિયાદ કરવાનું કહેતા આખરે યુવતીએ ફરિયાદ નોંધાવી હતી વાંકાનેર સીટી પોલીસે આરોપી સુલતાન વિરુદ્ધ આઈપીસી કલમ ૩૭૬ (૨), એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat