Billboard ad 1150*250

વાંકાનેર : રહેણાંક મકાનમાંથી જુગાર રમતા છ ઝડપાયા તો વળી સાથે દારૂ પણ મળી આવ્યો

0 150
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

વાંકાનેરના ફળેશ્વર મહાદેવ મંદિર સામે આવેલ રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધરે વાંકાનેર સીટી પોલીસે દરોડો પાડ્યો હતો જેમાં છ શખ્સો ને ૭૪,૬૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા તો ઘરની વધુ તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા તથા ડીવાયએસપી ડી.જી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પોલીસ મથકના પી.આઈ. એચ.એન.રાઠોડ, કિરીટસિંહ ઝાલા, મનસુખભાઈ દેગામડીયા, પૃથ્વીરાહસિંહ જાડેજા અને હરેશભાઈ આગલ સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેરની સિવિલ હોસ્પિટલ સામે ફળેશ્વર મહાદેવના મંદિર સામે આવેલ રાજુભાઈ નાનુભાઈ કક્કડના રહેણાંક મકાનમાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યા ત્યાં જુગાર રમી રહેલા રાજુભાઈ નાનુંભાઈ કક્કડ, યુવરાજસિંહ બળવતસિંહ ઝાલા, અરજણભાઈ રવાભાઈ લામકા, અશોકભાઈ છગનભાઈ માણસુરિયા, ચેતનભાઈ નાનજીભાઈ ગોહેલ અને હરિશચંદ્રસિંહ હરપાલસિંહ ઝાલાને ૭૪,૬૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા તો ઘરમાં વધુ તલાસી લેતા પોલીસને વિદેશી દારૂનો જથ્થો બોટલ નંગ-૩૯ કીમત રૂ.૧૧,૭૦૦ મળી આવતા તેને કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat