વાંકાનેર : બે જુગાર દરોડામાં પાંચ ઝડપાયા, ચાર નાસી છૂટ્યા

વાંકાનેર તાલુકા પોલીસે ગત રાત્રીના સમયે ઓળ ગામ તેમજ વીરપર ગામે દરોડા કાર્યવાહી કરીને કુલ પાંચ પત્તાપ્રેમીઓને દબોચી લઈને રોકડ રકમ જપ્ત કરી છે જયારે ચાર આરોપીઓ નાસી જવામાં સફળ રહેતા તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પીએસઆઈ જી.આર. ગઢવી, તેની ટીમના સુરેશભાઈ ચાવડા, અશ્વિનકુમાર ઝાંપડીયા, મુકેશભાઈ વાસાણી, જીતેન્દ્રસિંહ ઝાલા, બળવંતભાઈ જીવણભાઈ સાપરા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે બે સ્થળે જુગાર દરોડા કર્યા હતા

જેમાં વાંકાનેરના ઓળ ગામે જેસભાગ તળશીભાઈ કોળીની બંધ દુકાનના આગળના ભાગે જાહેરમાં જુગાર રમતા મનસુખ અરજણભાઈ વિંજવાડિયા, હરજીવન અરજણભાઈ વિંજવાડિયા અને મેરાભાઇ કરશનભાઈ કોળી રહે. ત્રણેય ઓળ વાળાને ઝડપી ૧૧,૦૨૦ ની રોકડ જપ્ત કરી છે

જયારે વીરપર ગામે રામાપીર મંદિર નજીક જાહેરમાં જુગાર રમતા માવજી સોમા કોળી, અને બુટા મેરા કોળી રહે. બંને વીરપર વાળાને ઝડપી ૧૦,૧૦૦ ની રોકડ જપ્ત કરી છે જયારે આરોપી સાદુળ હરજી કોળી, ભરત વશરામ કોળી, દેવજી મેરા કોળી અને ભાવેશ પ્રેમજી કોળી રહે. બધા વીરપર વાળા નાસી ગયા હોય જેને ઝડપી લેવા કવાયત આદરી છે

Comments
Loading...
WhatsApp chat