વાંકાનેર : સાંસદ મોહનભાઈ કુંડારિયા અને જીતુભાઈ સોમાણી વચ્ચે આખરે સમાધાન

બંને જૂથ વચ્ચે વિધાનસભા ચુંટણી વખતથી હતો ખટરાગ

        રાજકોટ લોકસભા બેઠક પરથી સાંસદ મોહનભાઈ કુંડારિયાને રીપીટ કરવામાં આવતા વાંકાનેરના ભાજપ નેતા જીતુભાઈ સોમાણીએ કાર્યકર્તા સ્નેહમિલન યોજી પક્ષ સામે બળવો પોકાર્યો હતો જોકે જીતુભાઈ સોમાણી તેના હરીફ જૂથ મોહનભાઈ કુંડારિયાને ચુંટણીમાં નુકશાન પહોંચાડે તે પૂર્વે જ સમાધાન થઇ ગયું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે

        રાજકોટથી મોહનભાઈ કુંડારિયાને ટીકીટ આપવાના એલાન બાદ વાંકાનેર ભાજપના અગ્રણી નેતા જીતુભાઈ સોમાણીએ બોલાવેલા કાર્યકર્તા સંમેલનમાં વિધાનસભા ચુંટણી હરાવવામાં સાંસદનો હાથ હોવાના ખુલ્લા આક્ષેપો કરીને અપક્ષ ઉમેદવારી કરવાની તૈયારી દર્શાવી પક્ષ સામે બળવો કર્યો હતો અને લોકસભા ચુંટણીમાં સીએમના હોમ ટાઉન એવી રાજકોટ બેઠકમાં જુથવાદને પગલે પક્ષને નુકશાન ના જાય તેમજ ભાજપના ઉમેદવારને હારનો સામનો કરવો ના પડે તે માટે ખુદ સીએમ દ્વારા આ મામલે દરમિયાનગીરી કરવામાં આવી હોવાનું આધારભૂત સુત્રો જણાવી રહ્યા છે

સીએમની દરમિયાનગીરી બાદ મોહનભાઈ કુંડારિયા અને જીતુભાઈ સોમાણી વચ્ચે સમાધાન થઇ જતા આખરે ઘીના ઠામમાં ઘી પડ્યું છે અને મતભેદો ભૂલી જઈને મોહનભાઈને રાજકોટ બેઠક પરથી જીતાડવા માટે જીતુભાઈ સોમાણીએ કાર્યકરોને હાકલ કરી છે ત્યારે ભાજપ પક્ષ દ્વારા જુથવાદને ડામી દેવામાં સફળતા મળી છે અને પક્ષના નારાજ નેતાને મનાવી લેવાયા છે તેવું જાણવા મળ્યું છે 

Comments
Loading...
WhatsApp chat