


વાંકાનેરના રાણેક્પર ગામે સગીરાની છેડતી મામલે ફરિયાદ કરવા બાબતે મુસ્લિમ આધેડને સાત શખ્શોએ માર મારી ધમકી આપ્યા અંગે ફરિયાદ નોંધાયા બાદ છ આરોપીને ઝડપી લેવાયા હતા અને બાકી રહેલ મુખ્ય આરોપી મૌલવી આજે પોલીસ સમક્ષ હાજર થતા તેની અટકાયત કરી રિમાન્ડ મેળવવ તજવીજ આદરી છે
વાંકાનેરના રાણેકપર ગામે વસતા મુસ્લિમ આધેડની ૧૭ વર્ષની સગીર દીકરી સાથે તેના જ ગામમાં રહેતા મૌલવી શૌકતઅલી મકબુલમીયા નામના શખ્શે ચાર માસ પૂર્વે શારીરિક અડપલા કર્યા હોય અને સગીરા સાથે છેડતી કરી હોય જે અંગે સગીરાના પિતા ફરિયાદ કરવા જવાના હોવાથી આરોપી મૌલાના શૌકતઅલી તથા નીઝામુદ્દીન અમી શેરસીયા, ઉસ્માન હબીબ સેરસીયા, હુસેન નુરમામદ સેરસીયા સરપંચ, મામદ જલાલ સેરસીયા, ઈબ્રાહિમ મામદ ઉર્ફે ભુરી ઈબો રહે. બધા રાણેકપર અને સીકો સંધિ રહે. પંચાસરવાળા આરોપીઓએ ઇકો કારમાં જઈને ફરિયાદી આધેડને લાકડી ધોકા વડે માર મારી હુમલો કર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા
જે બનાવ સંદર્ભે વાંકાનેર પોલીસે અગાઉ છ આરોપીની અટકાયત કરીને જેલહવાલે કર્યા હતા અને મુખ્ય આરોપી મૌલવી ફરાર હોય જેને ઝડપી લેવાની કવાયતમાં આખરે મૌલવી હાજર થતા તેની વિધિવત અટકાયત કરી રિમાન્ડ મેળવવા તજવીજ આદરી છે

