વાંકાનેર : ડુપ્લીકેટ તમાકુની ફેક્ટરી પર દરોડો, ૧૩.૧૨ લાખનો મુદામાલ જપ્ત કરાયો

ડુપ્લીકેટ તમાકુનો જથ્થો, મશીનરી અને ઇકો કાર કબજે એક આરોપીને દબોચી લેવાયો

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી વાંકાનેર સીટી પોલીસે આજે બાતમીને આધારે ડુપ્લીકેટ તમાકુ બનાવવાની ફેક્ટરી ઝડપી લઈને ડુપ્લીકેટ તમાકુનો જથ્થો, મશીનરી અને ઇકો કાર સાથે આરોપીને ઝડપી લઈને ૧૩ લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે

વાંકાનેર સીટી પીઆઈ બી.ટી. વાઢીયા, પીએસઆઈ એમ જે ધાંધલ, આર એચ જાડેજા, વીરેન્દ્રસિંહ, હરેશભાઈ આગલ, અરવિંદભાઈ ઝાપડિયા, જયપાલસિંહ પરમાર અને અરવિંદભાઈ ઓળકિયા સહિતની ટીમે બાતમીને આધારે વાંકાનેરના લક્ષ્મીપરામાં રહેતા મહમદ સફીભાઇ અનવરભાઈ પરાસરાના રહેણાંક મકાન પર દરોડો કર્યો હતો

જે દરોડા દરમિયાન બાગબાન કંપનીના ઓરીજીનલ અને ડુપ્લીકેટ તમાકુ મિક્સ કરી તમાકુ ભરી વેચાણ કરવાના ઈરાદે રાખેલી બાગબાન કંપનીનું તમાકુ કાચું પાકું તમાકુ મિક્સ કરવાના મશીન, તમાકુના ડબ્બા સીલ કરવાનું મશીન, તમાકુ ભરવાના ખાલી ડબ્બા તેમજ બાગબાન કંપનીના ડબ્બા ભરવાના બોક્સ અને તમાકુ મિક્સ કરવાનું કેમિકલ મળીને કુલ ૧૦,૧૨,૫૪૫ નો મુદામાલ મળી અઆવ્યો હતો તેમજ જીજે ૦૩ એચ આર ૪૦૮૫ કીમત રૂ ૩ લાખ મળીને કુલ ૧૩,૧૨,૫૪૫ ની કિમતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આરોપી મહમદ સફી અનવરભાઈ પરાસરા (ઉવ ૩૦) રહેલ વાંકાનેર લક્ષ્મીપરા વાળાની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat