Billboard ad 1150*250

વાંકાનેર : ખેડૂતોને કૃષિ વપરાશ માટે ડીઝલ ખર્ચ પર સબસીડી આપવા માંગ

વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેને મુખ્યમંત્રીને પત્ર લખ્યો

0 42

વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેને મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતોને કૃષિ વપરાશ માટે ડીઝલ ખર્ચ પર સબસીડી આપવા માંગ કરવામાં આવી છે

યાર્ડના ચેરમેન શકીલ પીરઝાદાએ મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે પેટ્રોલ ડીઝલ ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે જેથી કૃષિ વપરાશ માટે ડીઝલનો ઉપયોગ કરતા ખેડૂતોને વધારાનો મોટો ખર્ચ ભોગવવો પડી રહ્યો છે ડીઝલ ભાવવધારાથી કૃષિ ઉત્પાદન ખર્ચમાં વધારો થઇ રહ્યો છે તાજેતરમાં રાસાયણિક ખાતરોના જાહેર થયેલા ભાવવધારા બાદ સરકારે ખાતર પર સબસીડી જાહેર કરી છે

તેમજ સાગર ખેડૂતોને માછીમારી માટે ડીઝલ પર સબસીડી આપવામાં આવે છે તે જ રીતે ખેડૂતોને કૃષિ ઉત્પાદન માટે ડીઝલ પર સબસીડી આપવામાં આવે તો હાલની સ્થિતિમાં ખેડૂતો પોતાનું અસ્તિત્વ ટકાવી શકશે જેથી સબસીડી આપવા માંગણી કરી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat