વાંકાનેર : રાતાવીરડા ગામ નજીક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

 

વાંકાનેરમાં રાતાવીરડા ગામ નજીક તાલુકા પોલીસે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે અને દેશી પીવાના દારૂ ગાળવાની ભઠ્ઠી,દેશીદારૂ બનાવવાનો ઠંડો આથો, બેરલ સહીતનો મુદામાલ જપ્ત કર્યો છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસે ચોક્કસ બાતમીને આધારે રાતાવીરડા ગામની સીમમાં દરોડા પાડ્યા હતા. જ્યાં આરોપી સાદુર હરજીભાઇ કોળીની વાડીના શેઢે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી, ગરમ આથો લીટર-૧૦૦ કી.રૂ.૨૦૦/-તથા ઠંડો આથો લીટર-૧૨૦૦ કી.રૂ.૨૪૦૦/-તથા ગરમ દારૂ લીટર-૧૦ કી.રૂ.ર૦૦/-તથા ઠંડો દેસી દારૂ લીટર-૫૦ કી.રૂ-૧૦૦૦/-તથા ભઠ્ઠીના સાધનો કિંમત રૂપીયા-૪૬૬૦/-મળી કુલ કી.રૂ.૮૪૬૦નો મુદામાલ રેઇડ દરમ્યાન મળી આવ્યો હતો. જ્યારે આરોપી સાદુર કોળી ત્યાં હાજર ન મળી આવતા પોલીસે પ્રોહી કલમ ૬૫બી,સી,ડી.ઇ,એફ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Comments
Loading...
WhatsApp chat