Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકાનેર નજીકથી વિદેશી દારૂ સાથે ૧ ઝડપાયો

વાંકાનેરના ભોજપરા ગામ નજીકથી મોટર સાઇકલ પર દારૂ લઈને નીકળેલ યુવાનને દારૂ સહિતના મુદામાલ સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગત મુજબ વાંકાનેર સીટી પોલીસ ભોજપરા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય દરમિયાન ત્યાં મોટર સાઇકલ જીજે ૩૬ ડી ૫૨૬૯ પસાર થતા શકાસ્પદ જણાતા તેને રોકી તપાસી લેતા તેની પાસેથી ૫ બોટલ વિદેશી દારૂના કીમત ૧૫૦૦ મળી આવતા અને તે મોટર સાઈકલ ચાલક દેવા હુકાભાઈ મકવાણા(ઉ.૩૨) રહે-ખાનપર હોવાનું જણાવ્યું હતું તેમજ તેની વધુ પૂછપરછ કરતા ખાનપર ગામે તેની વાડીમાં વધુ ૨૨ બોટલ વિદેશી દારૂ છુપાવ્યો હોવાનું જણાવતા વાંકાનેર પોલીસે દરોડો પાડી વાડીમાં છુપાવેલ ૨૨ બોટલ કીમત રૂ.૬૬૦૦ સાથે મોટર સાઈકલ કીમત રૂ.૩૦૦૦૦ એમ કુલ મળી ૩૮૧૦૦ ના મુદામાલ સાથે દેવાભાઈને ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat