

વાંકાનેર પંથકમાં મારામારી અને હત્યાના પ્રયાસના ગુન્હામાં છ આરોપીઓ નાસતા ફરતા હોય જેને ઝડપી લેવા વાંકાનેર પોલીસે કવાયત આદરી હતી અને તમામ છ આરોપીને ઝડપી લઈને ગુન્હામાં વાપરેલી બે કાર અને હથિયાર કબજે લેવામાં આવ્યા છે.
મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના તેમજ ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પી.આઈ. બી.ટી. વાઢીયા, પીએસઆઈ એમ.જે. ધાંધલ, આર.પી. જાડેજા, નરશીભાઈ, રાજેન્દ્રસિંહ જાડેજા, મનસુખભાઈ, અરવિંદભાઈ અને સંજયસિંહ, અરવિંદભાઈ ઓળકિયા, હરેશભાઈ આગલ સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય
જે દરમિયાન વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારી અને હત્યાના પ્રયાસના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓ શૈલેશ રામજી રબારી, જીતેન્દ્ર ઉર્ફે ખોડો જેમલ રબારી, ગોપાલ રામજી રબારી, અશોક જેસિંગ રબારી, નરેશ ઉર્ફે બબ્બુ જેમલ રબારી અને અજય ઉર્ફે મુન્ના જેસિંગ રબારી રહે. બધા હસનપર શક્તિપરા તા. વાંકાનેર વાળાને બપોરના સુમારે લાલપર નજીકથી ઝડપી લઈને હથિયાર તેમજ સ્કોર્પિયો કાર અને એક અલ્ટો કાર સહિતનો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.