



મોરબી જિલ્લામાં અપમૃત્યુના બનાવો વધી રહ્યા છે. હજુ ગઈકાલે 1 શ્રમીકે અગમ્યકારણોસર આપઘાત કર્યાની ઘટના સામે આવી હતી. ત્યાં ફરી જી.આઇ.ડી.સી. એક્યુટોપ સીરામીક કારખાનાની પાણીના ટાંકા પાસે રહેતા અને વઘાસીયા જી.આઇ.ડીસી. એક્યુટોપ સીરામીકમાં કામ કરતા સૌરભભાઇ રેવતીપ્રસાદ ચૌધરીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામ્યો છે. હાલ આ અંગે વાંકાનેર સીટી પોલીસે સી.આર.પી.સી. કલમ ૧૭૪ મુજબ ગુનો નોંધી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

