વાંકાનેર: વેપારીએ વ્યાજ ચૂકવવા જમીન-કાર આપી દીધી વ્યાજખોરોએ રકમ માંગી

 

વાંકાનેરમાં વ્યાજખોરોન ત્રાસની ઘટના સામે આવી છે. જ્યાં વેપારીએ ચામડાતોડ વ્યાજ ચૂકવવા જમીન-કાર આપી દીધી છતાં વ્યાજખોર પોતે નિવૃત આર્મી મેન હોવાની ડંફાસ હાંકીને કહ્યું હતું કે,’ માંગણી મુજબની રકમ ચુકવી આપ નહીતર મર્ડર કરી નાખીશ’. સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થવા પામી છે.

વાંકાનેરના મહિકા ગામે રહેતા ફરિયાદી ઈલ્મુદીન હબીબભાઇ બાદીએ આરોપીઓ કાદરી બાપુ અને પ્રહલાદસિંહ બહાદુરસિંહ ચુડાસમા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, આજથી 3 વર્ષ પહેલા તેમને નાણાકીય જરૂરીયાત ઉભી થતા તેમણે વાંકાનેર જીનપરા જકાત નાકા ખાતે આવેલ કાદરી બાપુની ઓફીસે જઈને પોતાની નાણાકીય જરૂરીયાતની વાતચીત કરતા બાપુએ પોતાના પરીચીત પ્રહલાદસિંહ બહાદુરસિંહ ચુડાસમા સાથે ઈલ્મુદીનનો સંપર્ક કરાવેલ અને આ પ્રહલાદસિંહએ તેમને રૂપિયા ૩૦,૦૦,૦૦૦/- માસીક ૫ % વ્યાજે આપેલા. આ કાદરી બાપુએ બન્ને ભાગીદારીમા વ્યાજવટાવનો ધંધો કરતા હોવાની વાત કરેલ ત્યાર બાદ થી આશરે અઢાર મહીના સુધી ઈલ્મુદીને દર મહિને રૂપિયા ૧,૫૦,૦૦૦/- નીયમીત ચૂકવ્યા હતા. તેમ છતા બાપુ અને પ્રહલાદસિંહે તેમને ડરાવી ધમકાવીને બળજબરીથી તેમની વાંકાનેર તાલુકાના મોજે ગામ મહિકાના રેવન્યુ સર્વે નં.૧૧૦/પૈકી ૧ ની જમીન હે.આરે.ચો.મી.૧-૩૫-૫૭ વાળી પોતાના નામે રજીસ્ટર વેચાણ દ સ્તાવેજથી કરાવી લીધી અને અગાઉ આ જમીન વર્ષ ૨૦૧૪ મા ઈલ્મુદીનએ નારણભાઇ રાયમલભાઇ જળુને રૂપીયા ઉછીના લઇ વેચાણ આપેલ હતી પરંતુ તેઓને જમીનનો કબ્જો સોંપેલ નહી અ ને ઈલ્મુદીનને જયારે નાણા ની સગવડ થાય ત્યારે આ જમીન પાછી ખરીદી લેવાની તેમની વચ્ચે વાતચીત થયેલ હતી અને આ જમીન જે જમીનની માલીકી ઈલ્મુદીન પાસે હોય તે ખાલી કરવાકાદરીબાપુ અવાર નવાર તેમને ધાક ધમકી આપેલ અને જો જમીનની માલીકી તેઓને નહી સોંપવામાં આવે તો ઈલ્મુદીનને જાનથી પતાવી દેવાની ધમકી આપી હતી. અને જમીનનો દસ્તાવેજ પ્રહલાદસિંહના નામનો કરી આપવા માટે દબાણ કરતા હતા

વધુમાં તેમણે જણાવ્યું હતું કે,આ ધમકીને પગલે તેમના કહેવાથી નારણભાઇએ પ્રહલાદસિંહને રજીસ્ટર દસ્તાવેજ કરી આપેલ હતો અને જેમા સાક્ષી તરીકે ઈલ્મુદીન અને તેમના ભાઇ સીદીક હબીબભાઇ બાદીની સહીઓ કરવી હતી. છતાં વ્યાજની ઉઘરાણી તો ચાલુ જ હતી જે બાદ બાકી નિકળતા વ્યાજના હીસાબ પેટે કાદરીબાપુએ ઈલ્મુદીનની ફોરવ્હીલ કીયા કંપનીની સેલટોસ ગાડી ઓ GJ-01-KY-0302ને પણ બળજબરી પુર્વક લખાણ કરાવી લઇ લીધી અને હાલમા તે આ ગાડીનો ઉપયોગ કરે છે. આ ગાડી ઈલ્મુદીને પરત માંગતા તેમને ધાકધમકી આપીને કહ્યું કે,’મને તાત્કાલીક રૂ.૪૫,૦૦,૦૦૦/- પુરા આપી દો નહીતર હુ ગમે ત્યારે તારૂ અપહરણ કરીને તારી મીલ્કતો પચાવી પાડીશ અને તને જાનથી મારી નાખીશ’ તેવી ધમકીઓ આપે છે અને અવાર નવાર તેમનો પીછો કરી ઘરે તથાકામની જગ્યાએ આવીને નાણાની પઠાણી ઉઘરાણી કરે છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કંડારી બાપુ એવું ધમકી પણ આપે છે કે ‘તુ મને ઓળખતો નથી હુ નિવૃત આર્મી મેન છુ અને મારી બહુ મોટી લાગવગ છે જેથી તુ મારૂ કઇ નહી બગાડી શકે અને તારે જીવતુ રહેવુ હોય તો અમારી માંગણી મુજબની રકમ ચુકવી આપજે નહીતર રીવોલ્વરથી તારૂ મર્ડર કરી નાખીશ’ તેમ કહી અમોને ડરાવે છે અને અવાર નવાર અમારા ઘરના ફોન ઉપર ફોન કરી ધમકીઓ આપે છે.

આ ફરિયાદના આધારે પોલીસે આઇ.પી.સી. કલમ ૩૮૪, ૫૦૬(૨),૧૧૪ તથા ગુજરાત નાણા ધીરધાર કરનારાઓ બાબતે અધિનિયમ ૨૦૧૧ ની કલમ ૫, ૪૦, ૪૨(એ), ૪૨(ડી) મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Comments
Loading...
WhatsApp chat