



વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી આર.આર.સેલની ટીમે વિદેશીદારૂ ભરેલો ટ્રક ઝડપી લઈ લાખો રૂપિયાના મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર બાઉન્ડ્રીથી રાજકોટ તરફ જતા ટાટા ટ્રક નંબર એમએચ-૦૪-ઈવાય-૮૭૫૭ ને રોકી આર.આર.સેલની ટીમે ચેકિંગ હાથ ધરતા ટ્રક સંપૂર્ણ દારૂ ભરેલ હોય જેથી આર.આર.સેલની ટીમે ગણતરી હાથ ધરી ડ્રાઇવર સુનિલકુમાર વિદેશી યાદવ રહે. ઉત્તરપ્રદેશ વાળાની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.



