વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી અધધ ૪૬૫૦ દારૂની બોટલ ભરેલું કન્ટેનર ઝડપાયું

ડાક પાર્સલની આડમાં દારૂની હેરાફેરીનો આર આર સેલે કર્યો પર્દાફાશ

 

મોરબી જીલ્લાના વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસેથી ડાક-પાર્સલ ના ટ્રકમાંથી ઇગ્લીશ દારૂની
નાની-મોટી બોટલ નંગ-૪૬૫૦ કિ.રૂ.૧૪,૪૦,૦૦૦/- તથા ટ્રક કિ. રૂ. ૧૦,૦૦,૦૦૦/-  મો. ફોન-ર મળી કુલ રૂ.૨૪,૪૧,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરેલ છે

રેન્જમાં પ્રોહી. જુગારની બદી નાબુદ કરવા માટે શ્રી ડી.એન.પટેલ સાહેબ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ રેન્જ રાજકોટનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ આર.આર.સેલના પો.સ.ઇ.શ્રી કૃણાલ પટેલ તથા તેમની ટીમને મળેલ વધુ એક સફળતા જેમાં આર.આર.સેલના સ્ટાફને ખાનગીરાહે હકિકત મળેલ કે મોરબી જીલ્લાના વાંકાનેર બાઉન્ડ્રી ટોલ નાકા પાસેથી એક ડાક-પાર્સલ ના બંધ કન્ટેનરમાં ઇંગ્લીશ દારુ ભરી નીકળનાર છે

જેથી તુર્તજ હકીકત વાળી જગ્યાએ પહોચી વાહન ચેકીંગ કરતા હકીકત વાળો ટ્રક નિકળતા ટ્રકના કન્ટેનરમાં મારવામાં આવેલ સીલ તોડી કન્ટેનર ખોલી ચેક કરતા કન્ટેનરમાં છુપાવી-સંતાડી રાખેલ અલગ-અલગ બ્રાંડની ઇગ્લીશ દારૂની બોટલ ૭૫૦ એમ.એલ.ની નંગ- ૪૬૫૦, કિ.રૂ.૧૪,૪૦,૦૦૦/- તથા કન્ટેનર ટ્રક નં. એચઆર-૫૫-આર-૩૧૬૮ કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન-ર કિ.રૂ.૧૦૦૦/- મળી કુલ રૂ.૨૪,૪૧,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો

તેમજ કન્ટેનર ચાલક હાજર મળી આવેલ ડ્રાઇવર સાહદખાન જકરીયાખાન મુસ્લીમ રે.બાવલા તા.ઉરૂઇ જી.મેવાર હરીયાણા વાળાને ધોરણસર અટક કરી અને ટ્રક માલીક તથા ઇંગ્લીશ દારુનો જથ્થો મોકલનાર સત્યનારાયણ ઉર્ફે સતુ શ્રીચંદ રહે.કપરીવાસ જી.રીવારી હરીયાણા વાળો તથા સદર માલ મંગાવનાર તપાસમાં ખુલે તે તમામ વિરુધ્ધ વાંકાનેર તાલુકા પો.સ્ટે. ગુનો રજી. કરાવી આગળની તપાસ આર.આર.સેલ રાજકોટ ચલાવી રહેલ છે

 

Comments
Loading...
WhatsApp chat