



વાંકાનેરના અમરસર નજીક વહેલી સવારે એક સ્કૂલ બસની ટક્કર ટ્રક સાથે થવા પામી હતી અમરસર નજીક ટ્રક સાથે અથડામણ બાદ સ્કૂલ બસ પલટી મારી ગઈ હતી
અમરસર નજીકથી પસાર થઇ રહેલી સ્કૂલ બસને અકસ્માત સર્જાયો હતો જેમાં સ્કૂલ બસ ટ્રક સાથે અથડાતા બસ પલટી મારી ગઈ હતી જોકે અકસ્માતમાં બસના ચાલકને ઈજા પહોંચી હતી જયારે વિદ્યાર્થીઓને ઈજા ના પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે તો બસ કઈ સ્કૂલની હતી તે માહિતી હાલ મળી નથી કારણકે બસમાં સ્કૂલનું નામ કે અન્ય કોઈ માહિતી જોવા મળી નથી જોકે સ્કૂલ બસના અકસ્માતને પગલે થોડીવાર લોકોના જીવ તાળવે ચોંટયા હતા અને લોકોના ટોળા વળ્યા હતા



