વાંકાનેર: બાઉન્ડ્રી નજીક બાઈક સ્લીપ થતા યુવકનું મોત  

વાંકાનેર તાલુકામાં વાંકાનેર બાઉન્ટ્રી નેશનલ હાઇવે રોડ પર બાઈક સ્લીપ થતા યુવકનું મોત થયાનું સામે આવ્યું છે. જયારે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અંગે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ થવા પામી છે.

જેમાં ફરિયાદી મહિલા ખુશીબેન ડામોરે પોતાના પતિ ભરતભાઇ ડામોર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, ખુશીબેન  અને તેના પતિ ભરતભાઇ તેમજ સંબંધી વિક્રમભાઈ અને તેમની સાથે રિયાબેન મોટર સાયકલ ઉપર વાંકાનેર થી વાંકાનેર બાઉન્ટ્રી નેશનલ હાઇવે રોડ પર વાંકાનેર બાઉન્ટ્રીએ ઓવરબ્રીઝ ઉપર વળાંકમાં ઠીકરીયાળા ગામની સીમ પાસેથી પસાર થતા હતા. એ સમયે આરોપી ભરતભાઇએ  પોતાના હવાલાવાળું મોટર સાયકલ રજી. નં.GJ-36-N-3028 વાળું પુરઝડપે અને બેફીકરાઇથી માણસની જીંદગી જોખમાઇ તે રીતે ચલાવી અચાનક મોટર સાયકલ પરનો કાબુ ગુમાવી દેતા મોટર સાયકલ રોડ ઉપર સ્લીપ થયું હતું. જેમાં ખુશીબેનને શરીરે સામાન્ય છોલછાલ મુંઢ ઇજા થઈ હતી. તથા સાહેદ રીયાબેનને ડાબા પડખામાં છોલછાલ તથા માથામાં ઇજા કરી હતી. જયારે આરોપીએ પોતાને ડાબા પગમાં વધારે ફ્રેક્ચર જેવી ઇજા કરી શરીરે હાથે પગે છોલછાલ જેવી ઇજા કરી. આ ઘટનામાં વિક્રમભાઈ ડાબા પગમાં વધારે ઇજા કરી શરીરે મોટી ઇજા તથા તેમનું મૃત્યુ થયું હતું.આ મુદ્દે વાંકાનેર તાલુકા પોલીસે આઇ.પી.સી. કલમ ૨૭૯,૩૩૭,૩૩૮,૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Comments
Loading...
WhatsApp chat