વાંકાનેર : લુણસરિયા રેલ્વે સ્ટેશન નજીક ટ્રેન નીચે પડતું મૂકી દેતા યુવાનનું મોત

 

વાંકાનેરના લુણસરિયા નજીક સૌરાષ્ટ્ર જનતા ટ્રેન આગળ પડતું મૂકી દેતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું તો ધટનાની જાણ થતા રેલ્વે પોલીસની ટીમ દોડી જઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મળતી માહિતી મુજબ વાંકાનેર અને લુણસરિયા રેલ્વે સ્ટેશન વચ્ચે ૬૯૮/૬ બ્રીજ નજીક સૌરાષ્ટ્ર જનતા ટ્રેન આગળ એક અજાણ્યા પુરુષ (ઉ.આશરે ૩૫) એ પડતું મૂકી દેતા મૃત્યુ નીપજ્યું હતું તો ધટનાની જાણ થતા જ રેલ્વે પોલીસના કુલદીપસિંહ સહિતની ટીમ દોડી જઈને મૃતકના મૃતદેહને પી એમ માટે ખસેડવામાં આવ્યો હતો અને વધુ તપાસ ચલાવી છે તો અજાણ્યા પુરુષના વાલી વારસની શોધખોળ હાથ ધરવામાં આવી છે તેમજ પોલીસે આપધાતનું કારણ જાણવા પણ વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat