વાંકાનેર : યુવાનને ફોન કરી ૫ લાખની ખંડણી માગવામાં આવી 

 

મોરબી જીલ્લામાં ચોરી, લુંટ, મારામારી સહિતના ગુનાઓ વધતા જઈ રહ્યા છે ત્યારે વાંકાનેરમાં યુવાન સાથે ખંડણીનો મામલો સામે આવ્યો છે જેમાં યુવાને વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે

મળતી માહિતી મુજબ વાંકાનેરના મોમીન સોસાયટીમાં રહેતા સરફરાજભાઈ મહમદભાઈ ભોરણીયા (ઉ.૩૫) એ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી સરફરાજ તથા સાહેદ ઝેદ પીરજાદા ને ફોન પર વિના કારણે ગાળો આપી ફરિયાદી સરફરાજભાઈ પાસેથી રૂ,૫ લાખની માંગણી કરી ફરિયાદી સરફરાજે હાના કાની કરતા જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે તો વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat