



વાંકાનેરમાં બેફામ ગતિએ વાહન હંકારતા બાઈક ટોલનાકાના સર્વીસ રોડના ડીવાઇડર સાથે અથડાયું હતું. જેને પગલે બાઈક ચાલક યુવાનનું મોત થયું હતું. જયારે તેની સાથે રહેલા અન્ય યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી. આ મુદ્દે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ થવા પામી છે.
જેમાં ફરિયાદી રવીશભાઇ રૂડાભાઇ પરમારે મૃતક પ્રકાશભાઇ મુળજીભાઇ સોલંકી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જે અનુસાર વાંકાનેર બાઉન્ટ્રી ખાતે ટોલનાકા પાસે ઠીકરીયાળા ગામની સીમ નજીક પ્રકાશભાઇ મુળજીભાઇ સોલંકી પોતાના હવાલાવાળા યમાહા એસ.જેડ-આર મોટર સાયકલ રજી.નં.GJ-03-ES-8712 વાળા પર પુરઝડપે અને ગફલતભરી રીતે માણસની જીંદગી જોખમાય તે રીતે બાઈક પર જતા હતા. અતિની ગતિને પગલે બાઈક ટોલનાકાના સર્વીસ રોડના ડીવાઇડર સાથે અથડાયું હતું. જેથી રવીશભાઇને હાથે પગે સામાન્ય છોલછાલ તેમજ મુંઢ ઇજા પહોંચી હતી. અને સાહેદ આકાશ ઉર્ફે લાલી ને ડાબા ગાલે તથા હાથે પગે છોલછાલ જેવી ઇજા કરી તથા ડાબી આંખ પર વધારે ઇજા થતા ટાંકા આવ્યા હતા. જયારે પ્રકાશભાઇને હાથે પગે શરીરે નાની મોટી છોલછાલ જેવી ઇજાઓ થઈ હતી અને માથામાં ગંભીર મરણતોલ ઇજા થતા તેમનું મોત નીપજ્યું હતું.
આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે આઇ.પી.સી. કલમ ૨૭૯,૩૩૭,૩૩૮,૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

