વાંકાનેર: 4 મહિના પૂર્વે લગ્નગ્રંથિમાં બંધાયેલ પરિણીતાએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાધો

વાંકાનેરના વીશીપારમાં પરણીતાએ પોતાના રૂમમાં મોડી રાત્રીના અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરતા ચકચાર મચી જવા પામ્યો છે. આ મુદ્દે પરિણીતાના સસરાએ વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વીશીપરા ડબલચાલીમાં રહેતી  રોશનબેન હમીદભાઇ મોવરે તા ૧૯ ના રાત્રિના એક વાગ્યાથી લઈને સવારના સાડા સાત વાગ્યા દરમિયાન પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇને જિંદગી ટૂંકાવી હતી. જેથી આ બનાવની જાણ હબીબભાઈ સુલેમાનભાઈ મોવરે વાંકાનેર સીટી પોલીસને કરી હતી.

હાલ પોલીસ દફ્તરેથી મળેલી માહિતી અનુસાર મૃતકના લગ્ન 4 મહિના પૂર્વે તા.૨૭/૦૨/૨૦૨૨ના રોજ હમિદભાઈ સાથે થયા હતા. અને હાલ તે સાસુ-સસરા સાથે રહેતી હતી. તો એવું તો એવું તો શું બન્યું કે પરિણીતાએ જિંદગી ટૂંકાવવાની ફરજ પડી ? તેનું ચોક્કસ કારણ જાણવા વાંકાનેર સીટી પોલીસે તજવીજ શરૂ કરી છે.

Comments
Loading...
WhatsApp chat