



વાંકાનેરમાં ધમલપર ફાટક પાસે જાહેરમાં નસીબ અજમાવતા 4 પત્તાંપ્રેમીની વાંકાનેર સીટી પોલીસે ધરપકડ કરી છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન ધમલપર ફાટક પાસે મેલડી માતાજીના મંદીરની બાજુમા આવેલ પટ્ટમા આરોપી રાજભાઇ અશોકભાઇ ધામેચા,મનિષભાઇ જગદીશભાઇ સુરેલા, રાહુલભાઈ અશોકભાઈ જીંજવાડીયા અને રોહીતભાઇ રસીકભાઇ કાંજીયા જાહેરમાં ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી તીન પતીનો હારજીતનો જુગાર રમતા ઝડપાયા હતા. જેથી પોલીસે ચારેયની ધરપકડ કરીને ગંજી પતાના પાના નંગ-૫૨ તેમજ રોકડા રૂ.૫૩૯૦/- સહિતનો મુદામાલ કબ્જે કરી જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

