


વાંકાનેર પંથકમાં ગત ભીમ અગિયારસના દિવસે મેઘરાજાએ અમી છાંટણા કર્યા હતા તો ગાજવીજ સાથે પડેલા વરસાદને પગલે વીજળી પડતા બે આશાસ્પદ યુવાનના મોત થયા હતા જે બંને યુવાનના પરિવારને ૪-૪ લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે.
વાંકાનેરના અગાભી પીપળીયા ગામે ભીમ અગિયારસના સપરમાં દિવસે વીજળી પડતા રાજપૂત સમાજના બે આશાસ્પદ યુવાનના જીવનદીપ બુઝાઈ ગયા હતા અને આ કરુણ ઘટનાને પગલે સરકાર દ્વારા કુદરતી આપત્તિ વેળાએ આપવામાં આવતી સહાય પરિવારોને મળે તે માટે વાંકાનેર તાલુકા પંચાયત સ્ટાફ દ્વારા જરૂરી કાગળો ઝડપથી કરવામાં આવ્યા હતા અને જીલ્લા વિકાસ અધિકારી દ્વારા સહાય રકમને મંજુરી મળતા બંને મૃતક યુવાનના પરિવારને ૪-૪ લાખ રૂપિયાના સહાય ચેક આપવામાં આવ્યા હતા

