


ગુજરાત રાજય રમતગમત યુવા સાસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ કમિશ્નર યુવક સેવા ગાંધીનગર આયોજીત અને જિલ્લા રમતગમત અધિકારી મોરબી સંચાલીત “પવનને પગલે ચાલી તુ” નૃત્ય નાટીકા તેમજ “સાંસ્કૃતિક લોક ડોયરો” આગામી તા. ૧૪મી એપ્રિલના રોજ મોરબી ખાતે યોજાશે.
માતાના વાત્સલ્ય અને મુલ્યોનું અનોખું દર્પણ દર્શાવતી નૃત્યનાટીકા “પવનને પગલે ચાલી તુ” તેમજ “સાંસ્કૃતિક લોકડાયરો” આગામી તા ૧૪ મી એપ્રિલના સાંજના ૭-૦૦ કલાકે મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસેની ઓમ શાન્તી વિધાલય પાસે યોજાશે.આ કાર્યક્રમમાં મોરબી નગરજનોને ઉપસ્થિત રહેવા જિલ્લા રમગમત અધિકારીની યાદીમાં જણાવ્યું છે.

