Billboard ad 1150*250

વાંકાનેરના સબ રજીસ્ટ્રાર લાંચ લેતા ઝડપાયા

0 155
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

વાંકાનેરના સબ રજીસ્ટ્રાર જમીન-મકાનના દસ્તાવેજ કરી આપવા લાંચ માગી હતી જે મામલે એક જાગૃત નાગરિકે એસીબીમાં ફરિયાદ કરતા એસીબી ટીમે છટકું ગોઠવીને તેને રંગેહાથ ઝડપી પડ્યા હતા

મળતી માહિતી મુજબ વાંકાનેરના સબ રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા સંજય કાન્તીલાલ મહેતાએ ગત તા.૧૧ ના રોજ મકાન વેચેલનો દસ્તાવેજ કરી આપવાના ૪૦,૦૦૦ હજાર લાંચની માંગણી કરેલ હોય જે બાબતે રકઝક થતા ૧૦,૦૦૦ આપવાનું નક્કી થયેલ હોય જે તે વખતે રૂ.૫૦૦૦ આપી દીધેલ અને બાકી રહેતા ૫૦૦૦ની ઉધરાણી કરતા હોય જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય જેથી રાજકોટ એસીબીમાં ફરિયાદી એ ફરિયાદ કરેલ હોય જેથી રાજકોટ એસીબી  ટીમે મોરબી એસીબીનો સંપર્ક કરી એસીબી ટીમે લાંચનું છટકું ગોઠવી ૫૦૦૦ ની લાંચ લેતા સબ રજીસ્ટ્રારને રંગેહાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat