વાંકાનેર : પંચાસિયા નજીક ન્હાવા ગયેલી શ્રમિક પરિવારની બે તરુણીના ડૂબી જતા મોત

વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામમાં રહીને છૂટક મજૂરી કરતા પરપ્રાંતિય પરિવારની બે તરુણીઓ પાણી ભરેલા એક ખાડામાં નાહવા ગઇ હતી, આ પાણીના ખાડામાં બંનેનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું

બનાવની મળતી વિગત મુજબ વાકાનેર તાલુકાના પંચાસિયા ગામે રહેતી સુખીબેન બારૈયા અને અનિતાબેન તળવી બને બહેનપણીઓ સાજન લગભગ 4 વાગે નાહવા માટે ગામમાં આવેલા ખરાબામા ભરેલા પાણી ખાડામાં નાહવા માટે ગઈ હતી પણ ખાડામાં કીચડ હોવાના લીધે બને તેમા ડૂબવા લાગી હતી તેની સાથે તેમનો નાનો ભાઈ પણ આવ્યો હતો

ભાઈએ ડૂબતી બહેનને જોઈને તરત ગામમાં દોડી ગયો હતો અને તેના પરિવાર સભ્યો તેમજ ગ્રામજનો દોડી આવ્યા હતા પરંતુ બંને તરુણીને બહાર કાઢી શકાય તે પૂર્વે જ ડૂબી જતાં બંને તરુણીના પણ મોત નિપજયા હતા ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસના ફિરોઝભાઈ સહિતની ટિમ દોડી ગઈ હતી અને બંનેને મૃતદેહને પી.એમ.માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકાળે બે તરુણીના મોતથી શ્રમિક પરિવારમાં શોક વ્યાપી ગયો હતો

Comments
Loading...
WhatsApp chat