



મોરબી જીલ્લાના વાંકાનેર પંથકમાં પત્રકાર તરીકે ફરજ બજાવતા હિમાંશુભાઈ વરિયાનો આજે જન્મદિવસ છે. તા. ૧૦ જુલાઈના રોજ જન્મેલા હિમાંશુભાઈ વરીયાએ વાંકાનેરને જ તેની કર્મભૂમિ બનાવીને પત્રકારત્વના પવિત્ર વ્યવસાયને તેઓ દીપાવી રહ્યા છે. લોકોના પ્રશ્નો અંગે સતત જાગૃત અને દિવ્ય ભાસ્કરના માધ્યમ દ્વારા લોકોના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે. પત્રકારત્વનો બહોળો અનુભવ ધરવતા હિમાંશુભાઈ યુવા પત્રકારો માટે પણ પ્રેરણાનું ઝરણું બની રહ્યા છે. આજે તેમના જન્મદિવસ પ્રસંગે તેમનો પરિવાર-મિત્રો, રાજકારણીઓ, પોલીસ મિત્રો તેમજ મોરબી ન્યુઝની ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે. તેમના મોબાઈલ નં ૯૯૨૫૧ ૧૧૧૯૯ પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.

