વાંકાનેર સરકારી હોસ્પિટલના ડોક્ટરને ભાજપના આગેવાને માર માર્યાની ફરિયાદ

 

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરને ભાજપ આગેવાને વૃધ્ધો માટેના પેન્શન યોજના અંગે બોલાચાલી કરી ડોક્ટરને ફડાકા મારી ફરજમાં રૂકાવટ કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા જયદીપ મનસુખભાઈ ગોસાઈએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ભાજપ આગેવાન જીતુભાઈ કાન્તિલાલ સોમાણીએ તેને હોસ્પિટલ આવીને વૃદ્ધ પેન્શન યોજનાના ઉમરના દાખલા બાબતે બોલાચાલી કરી માર માર્યો હતો જેમાં ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદી જયદીપ ગોસાઈ વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ફીઝીશીયન તરીકે ફરજ બજાવે છે અને તે આર એમ ઓ તરીકે ચાર્જમાં હોય પોતાની ફરજ દરમિયાન સરકારની વૃદ્ધ પેન્શન યોજના ઉમરના દાખલા માટે લોકોને હેરાનગતિ ના થાય તેવા હેતુથી ટોકન આપી દર શુક્રવારે દસ અરજદારોને દાખલા કાઢી આપતા હોય જેમાં આજે ઘણા લોકો આવતા તેમને ટોકન મેળવીને આવતા શુક્રવારે આવવાનું કહેતા આરોપી જીતુભાઈ સોમાણીએ ફોન કરીને લોકોને ઉમરના દાખલા કાઢી આપવાનું કહ્યું હતું અને ફરિયાદી ડોકટરે સમજાવવા પ્રયાસ કરતા વાત ના સાંભળી ગાળો બોલી ફરિયાદી સરકારી હોસ્પિટલ હતા ત્યારે ગાળો બોલી કાઠલો પકડી બળજબરીથી ઓપીડી બહાર કાઢી ઢસડી લાવી ફરજમાં રૂકાવટ કરી હતી તેમજ ફડાકા મારી મર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે વાંકાનેર સીટી પોલીસે કલમ ૧૮૬,૩૩૨,૩૦૪,૫૦૬ (2) મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે  ઘટનાને પગલે ગોસ્વામી સમાજના અગ્રણીઓ હોસ્પિટલ એકત્ર થયા હતા અને ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી 

Comments
Loading...
WhatsApp chat