Billboard ad 1150*250

વાંકાનેર ડુપ્લીકેટ તમાકુનું હબ બન્યું, વધુ એક ફેક્ટરી પર પોલીસનો દરોડો

0 208
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

બે શખ્શોને ઝડપી ૪.૦૪ લાખનો મુદામાલ જપ્ત કરાયો

Post ad 2

        વાંકાનેર પંથક નકલી તમાકુ બનાવવાનું હબ બની ગયું હોય તેમ એક બાદ એક નકલી તમાકુ બનાવતી ફેકટરીઓ પ્રકાશમાં આવી રહી છે જેમાં આજે મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે દરોડો કરીને વાંકાનેર મોનસા જીનમાંથી ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપી લઈને લાખોનો મુદામાલ જપ્ત કર્યો છે

        નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને એસપી ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમના ઈશ્વરભાઈ કલોતરા અને પૃથ્વીરાજસિંહ જાડેજાની મળેલી બાતમીને આધારે વાંકાનેર—ચંદ્રપુર રોડ પર મોનશા જીનમાં દરોડો કરીને નકલી તમાકુ બનાવતી ફેક્ટરી ઝડપી લીધી હતી જેમાં રેડ દરમિયાન નકલી તમાકુ બનાવવા માટે બાગબાન કંપનીના લોગા વાળા ભરેલ તથા ખાલી ડબ્બો, સીલ કરવાનું મશીન, સાધન સામગ્રી, બાગબાન કંપની ઉપયોગ કરે તેવા સ્ટીકર વાળા ડબ્બાના તળિયા, બાગબાન કંપનીની તમાકુ ભરેલ સીલબંધ ૪૫ ગ્રામના ડબ્બા તથા કાર્ટુન, nani તમાકુની પડીકી, કાચી તમાકુ સહીત કુલ ૦૪,૦૪,૮૯૩ ની કિમતનો મુદામાલ જપ્ત કરી આરોપી નવાઝ સીદીક ગોસર રહે વાકાનીર લક્ષ્મીપરા અને ઈરફાન અસરફ બાનવા રહે રાતી દેવળી તા.વાંકાનેર વાળાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

        આ કામગીરીમાં એલસીબી પીઆઈ વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમના ઈશ્વરભાઈ ક્લોતરા, પૃથ્વીરાજસિંહ જાડેજા, ભગીરથસિંહ ઝાલા અને સહદેવસિંહ જાડેજા સહિતની ટીમ રોકાયેલ હતી

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat