Billboard ad 1150*250

વાંકાનેર : સગીરાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચરનાર આરોપી ઝડપાયો

0 305
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

વાંકાનેરમાં બે દિવસ પહેલા સગીરાને ઠંડાપીણામાં કોઈ ધેની પદર્શ ભેળવીને બેહોશ કરી સગીરા સાથે દુષ્કર્મ આચરીને સાહેદ આરોપીએ ભોગ બનનારને ગાલ પર ફડાકા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ સગીરાના પિતાએ વાંકાનેર પોલીસમાં નોંધાવી હતી જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરતા આરોપી વશીમ અબ્દુલગફારભાઈ કાજીને ઝડપી પાડ્યો છે

ચકચારી બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેરની રહેવાસી ૧૫ વર્ષની સગીરા એક દુકાનમાં નોકરીએ જતી હોય અને આરોપી વશીમ કાજી રહે વાંકાનેર સલોત શેરી વાળાએ સગીરાને ફોન કરીને દુકાને બોલાવી બેહોશ કરે તેવું પીણું પીવડાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને આરોપી મેહરીનબેન વશીમભાઈ કાજીએ સગીરા ભાનમાં આવતા ગાળો આપી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બનાવ અંગે ભોગ બનનાર સગીરાના પિતાએ બે દિવસ પહેલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જે મામલે વાંકાનેર પોલીસે ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ કિરીટસિંહ ઝાલા, મનસુખભાઈ દેગામડીયા, વિરેન્દ્રસિંહ ઝાલા સહિતનાએ વધુ તપાસ હાથ ધરવામાં આવતા આરોપી વશીમ અબ્દુલગફારભાઈ કાજીને પોતાના ઘરેથી ઝડપી પાડ્યો છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat