Billboard ad 1150*250 Billboard ad 1150*250

રાહુલ ગાંધીના આગમનની આતુરતાથી જોવાતી રાહ

બેન્ડબાજા સાથે રાહુલના સ્વાગતની તૈયારી કોંગ્રેસ ના આગેવાનો-કાર્યકરોમાં ઉત્સાહ, બેન્ડબાજા સાથે રાહુલના સ્વાગતની તૈયારી

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હાલ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. આગામી વિધાનસભા ચુંટણીને અનુલક્ષીને પ્રચારના શ્રીગણેશ કરી દેવામાં આવ્યા છે. ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રચારનું રણશિંગું ફૂકી દીધું છે ત્યારે વિપક્ષ કોંગ્રેસે પણ ચુંટણી જંગમાં ઝંપલાવ્યું છે. કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીના પ્રવાસને લઈને ભારે ઉત્સાહ અને ઉત્કંઠા જોવા મળી રહી છે. એસપીજી સુરક્ષા ધરાવતા રાહુલ ગાંધીના પ્રવાસને લઈને પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જીલ્લા પોલીસવડા સહિતના ઉચ્ચ અધિકારીઓની અંગત દેખરેખ હેઠળ સઘન સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં અવી છે. આજે રાહુલ ગાંધી જામનગરથી વાયા ધ્રોલ અને લતીપર થઈને ટંકારા સભાને સંબોધન કરવા પહોંચે તે પૂર્વે ઓટાળા મુકામે તેના ભવ્ય સ્વાગતની તૈયારી કરવામાં આવી છે જોકે હજુ રાહુલ ગાંધી પહોંચ્યા ના હોય, ઓટાળા મુકામે આગેવાનો અને ગ્રામજનો બેન્ડ બાજા સાથે રાહુલ ગાંધીના આગમનની આતુરતાથી પ્રતીક્ષા કરી રહ્યા છે. ભવ્યાતિભવ્ય સ્વાગત માટે ગ્રામજનો અને કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા આવી રહેલા રાહુલના આગમનની ખેડૂત સહિતના સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે.

Comments
Loading...
WhatsApp chat